સુરતના ઉધનામાં ભાજપ કાર્યકરની ચપ્પુના ઘા ઝીંકી ઘાત્કીમાં ધરપકડ
મહારાષ્ટ્રના જલગાંવથી હત્યારા અને આશરો આપનારને ઝડપી પાડ્યા
મિલિંગ કોળી સાથે શુભમ પાટીલ અને રોહીત સોનવણેની ધરપકડ
સુરતના ઉધનામાં ભાજપ કાર્યકરની ચપ્પુના ઘા ઝીંકી કરાયેલી ઘાત્કી હત્યા મામલે ઉધના પોલીસે મહારાષ્ટ્રના જલગાંવથી એક હત્યારા અને તેને આશરો આપનાર બે સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં ગુનાખોરી વધી રહી હોય અને થોડા દિવસ પહેલા જ ઉધનામાં ભાજપના યુવા કાર્યકર જય દલાલની ચપ્પુના ઘા ઝીંકી ઘાત્કી હત્યા કરાઈ હોય જેને લઈ ઉધના પોલીસ ત્વરિત દોડતી થઈ ગઈ હતી. અને ચાર દિવસની તપાસ બાદ ઉધના પોલીસને ઉધના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જય દલાલની ઘાતકી હત્યાના કેસમાં સફળતા હાથ લાગી છે. ભાજપ કાર્યકરના સનસનીખેજ હત્યાકાંડના ચોથા દિવસે ઉધના પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી ત્રણ હત્યારાઓ કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલંદ નવલ કોળીમાંથી એક હત્યારા આરોપી મિલિંદ નવલ કોળીને ઝડપી પાડ્યો હતો. તો મિલિંગ કોળી સાથે તેને આશરા આપનાર બે આરોપીઓ શુભમ જ્ઞાનેશ્વર પાટીલ અને રોહીત ગૌતમ સોનવણેની પણ ઉધના પોલીસે ધરપકડ કરી હતી.
બીજી તરફ જય દલાલની હત્યાને પગલે સમગ્ર સુરત શહેરમાં અને ખાસ કરીને રાજકીય વર્ગમાં ભારે રોષ અને કાયદો-વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. આ ઘટના બાદ પોલીસ પર ભારે દબાણ હતું, ત્યારે ઉધના પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા હતા. આખરે ચાર દિવસની સઘન શોધખોળ બાદ પોલીસને મિલિંદને પકડવામાં સફળતા મળી હતી. જ્યારે ભાગી છુટેલા બે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

