Site icon hindtv.in

ખાંભા એપીએમસીમાં ભાજપનો દબદબો, 8 બેઠકો પર જીત

ખાંભા એપીએમસીમાં ભાજપનો દબદબો, 8 બેઠકો પર જીત
Spread the love

ખાંભા એપીએમસીમાં ભાજપનો દબદબો, 8 બેઠકો પર જીત
ખાંભા એપીએમસી ચૂંટણીમાં ભાજપની 8 બેઠકો પર જીત
ટાઈ બાદ ચિઠ્ઠીથી નિર્ણય, સુરેશ નસીતનો વિજય
ખાંભા એપીએમસી ચૂંટણી: ચિઠ્ઠીએ ભાજપ પ્રમુખને હરાવ્યા

ખાંભા એપીએમસીની ચૂંટણીમાં 10 ખેડૂત વિભાગની બેઠકમાં 8 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ દુધાત વિજેતા બન્યા છે. જોકે 10 મી બેઠકનું પરિણામ ટાઇમાં અટવાતા ચૂંટણીનું ચિત્ર વધુ રસપ્રદ બન્યું અંતે ચિઠ્ઠી નાખતા તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટની હાર થઈ ને સુરેશ નસીતનો વિજય થયેલ..

અમરેલીના ખાંભા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં અગાઉ વેપારી વિભાગની 4 બેઠકો ભાજપને બિનહરીફ થઈ હતી જ્યારે ખેડૂત વિભાગમાં થયેલ ચૂંટણીના મતદાનમાં 567 માંથી 527 મતો પડ્યા હતા ને મત ગણતરીમાં 2 બુથ ના 21 રાઉન્ડ માં અંતે 8 ભાજપ 1 કોંગ્રેસ અને 10 માં ઉમેદવાર વચ્ચે ટાઇ પડી હતી જેમાં ખાંભા તાલુકા ભાજપના પ્રમુખ આનંદભાઈ ભટ્ટ અને ભાજપના અસંતુષ્ટ જૂથના ઉમેદવાર સુરેશભાઈ નસીત વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી બંને ઉમેદવારોને 166 -166 મત મળતા ટાઇ પડતા ટાઇ પડી અને બન્ને ઉમેદવારો વચ્ચે ચિઠ્ઠી નાખવામાં આવેલ બન્ને વચ્ચે સરખા મતદાન નું કાઉન્ટ કરીને બાદ બંને ઉમેદવારો વચ્ચે જીત માટેની રસાકસી હવે વધુ તીવ્ર બની હતી ને અંતે

ખેડૂત વિભાગમાં મળેલા મતો મુજબ ભરત સખવાળાને 224 મત, બાવભાઈ ભમ્મરને 221 મત, રમેશભાઈ તંતીને 205 મત, વિનુભાઈ રૈયાણીને 203 મત, મેરામભાઈ વાઘોસીને 194 મત, શાંતિલાલ ઠુમ્મરને 194 મત, લાભુભાઈ ગજેરાને 193 મત, ભરતભાઈ દુધાતને 186 મત અને અશ્વિનભાઈ સેંજલીયાને 183 મત મળ્યા છે. આ ઉપરાંત સુરેશભાઈ નસીત અને આનંદભાઈ ભટ્ટ બંનેને 166 મત મળ્યા હતા ને ચિઠ્ઠી માં સુરેશ નસીત નો વિજય થયો હતો ને ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટે સ્વીકાર કરીને ખેડૂતે મૂકેલા વિશ્વાસને ટકાવી રાખવા મહેનત કરવાનું જણાવ્યું હતું..

Exit mobile version