Site icon hindtv.in

બારડોલી ખાતે ભાજપની બેઠક

બારડોલી ખાતે ભાજપની બેઠક
Spread the love

બારડોલી ખાતે ભાજપની બેઠક
ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિતેબારડોલી ખાતે બેઠક મળી.

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામના જનનાયક ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિતે બારડોલી ખાતે બેઠક મળી.

બારડોલી.તા.હાલ તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જિલ્લો સુરત ધ્વારા આજરોજ શ્રી કમલમ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, પ્રદેશ મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી , ઝંખના બેન પટેલની અધ્યક્ષતામાં આયોજનના ભાગરૂપે અગત્યની બેઠક યોજાઇ હતી. જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ એ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું.કે.હાલમાં બીજેપી પાર્ટીમાં કાર્યકર્તાઓ અને પાર્ટીની ભૂમિકા એક્શન મોડમાં છે. પાર્ટી દ્વારા આયોજિત આગામી ગુજરાત ગૌરવ યાત્રા , ભગવાન બિરશા મુંડાજીની જન્મ જયંતિ, તેમજ દરેક કાર્યક્રમોમાં બધા જ કાર્યકર્તાઓ ને સક્રિય રહીને જવાબદારીથી કામગીરી કરવા અપીલ કરી હતી. ત્યારબાદ પ્રદેશ મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચોધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે.આ યાત્રાનું મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ભાઈ પંચાલ પ્રસ્થાન કરાવશે.વધુમાં આ યાત્રામાં સાંસ્કૃતિ અને રમતગમત વિભાગ પણ જોડાશે.અને સુરત જિલ્લા ની ભગવાન બિરશા મુંડાજીની 150મી જન્મ જયંતિ ની ઉજવણી 15 નવેમ્બરે ભવ્ય રીતે થશે. ત્યાર બાદ પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય શ્રી ગણપત ભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું. કે. સમગ્ર દેશભરમાં બે મહાપુરુષો મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની 150માં જન્મ જયંતિ રાષ્ટ્રીય કક્ષાએ ઉજવણી કરવામાં આવી છે.અને સાથે દેશભરની રાષ્ટ્ર ગાન ને પણ 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ દરમિયાન દેશના મહાપુરુષોનું જીવન ચરિત્ર લોકોને ખબર પડે એટલે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આઝાદી માટે શહીદ થઈ ગયેલા મોદી સાહેબે આપણે રાજનીતિમાં જોડાયા છીએ. ભવ્ય થી અતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ બેઠકમાં સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય શ્રી ગણપત ભાઈ વસાવા, પ્રદેશ મોરચાના પ્રમુખ અર્જુન ભાઈ ચોધરી, જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ મહામંત્રીશ્રીઓ જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ,કિશનભાઇ પટેલ,તથા ઝંખના બેન પટેલ, તથા જિલ્લાના પદાધિકારીઓ,હોદેદારો, કાર્યકર્તાઓ, ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન જિલ્લા મહામંત્રી શ્રી જીગર ભાઈ નાયકએ કર્યું હતું.જયારે આભાર વિધિ જિલ્લા મહામંત્રી રાજેશ ભાઈ પટેલ એ કરી હતી

Exit mobile version