નર્મદાના સાગબારા જંગલ જમીન વિવાદમાં ભાજપના નેતાઓ સામસામે
ધારાસભ્ય દર્શના દેશમુખનું જિલ્લા પ્રમુખ પર વિવાદિત નિવેદન
આદિવાસીના પ્રશ્નો આદિવાસી નેતા જ હલ કરી શકે
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારમાં આવેલા સરકારી જંગલમાં ગેરકાયદેસર ઘુસણખોરી અને જમીન પચાવી પાડવાના પ્રયાસો સામે સ્થાનિક ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ કરી છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કેટલાક ઇસમો દ્વારા આ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ છે. ત્યારે નર્મદાના સાગબારા જંગલ જમીન વિવાદમાં ભાજપના નેતાઓ સામસામે આવી ગયા છે.
ઉમરપાડાના નવી વસાહત વિસ્તારમાં નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડીયાપાડા તાલુકાની સરહદ આવેલી છે. નર્મદા જિલ્લાના કેટલાક સ્થાનિકોએ પોતાના તાલુકાની સરકારી જમીન પર કબજો જમાવી ખેડાણ કરી નાખ્યું છે. હવે તેમની નજર ઉમરપાડા તાલુકાના સરકારી જંગલ પર છે. આ પરિસ્થિતિમાં ઉમરપાડા તાલુકાના વડગામ સહિત દસથી વધુ ગામના લોકો પોતાના તાલુકાનું જંગલ અને જંગલની જમીન બચાવવા મેદાનમાં આવ્યા છે. વડગામના સરપંચ જીવણભાઈ વસાવાએ જણાવ્યું કે, ઉમરપાડાના જંગલ અને જંગલની જમીન પર સ્થાનિક આદિવાસી લોકોનો હક છે.
ગયા વર્ષે કેટલાક ઇસમોએ વડપાડાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ વન વિભાગે કડક હાથે કામ લઈ કબજો દૂર કર્યો હતો અને સરકારી જમીનમાં નવા વૃક્ષો રોપી પ્લાન્ટેશન કર્યું હતું. હાલમાં વન વિભાગના કબજા હેઠળની જમીનમાં આવવાના રસ્તાઓ વન વિભાગે બંધ કરી દીધા છે. આથી કેટલાક ઇસમો દ્વારા વન વિભાગ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નવી વસાહત વિસ્તારના આદિવાસી લોકો પશુપાલન પર નિર્ભર છે અને જંગલમાંથી ઘાસચારો લાવી પશુપાલન કરે છે. જો આ ઇસમો જંગલને નુકસાન કરી કબજો કરશે, તો સ્થાનિક આદિવાસી પરિવારો માટે જીવન નિર્વાહ મુશ્કેલ બની જશે. બીજા તાલુકાના લોકોને આ જંગલનો લાભ લેવાનો કોઈ અધિકાર નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

