રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં.
ભાજપ કાર્યાલય ખાતે બેઠકનો ધમધમાટ.
ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ એક્શનમાં
ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ એક્શનમાં આવી ગઈ છે.
ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ એક્શનમાં આવી ગઈ છે. ભાજપના પ્રદેશ મહામંત્રી અને સંગઠન પ્રભારી રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેઓ કમલમ ખાતે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરવામાં આવી છે. આ બેઠકમાં મનપાની ચૂંટણીની રૂપરેખા નક્કી કરાશે. ભાજપના યુવા મોરચા દ્વારા બાઈક રેલી પણ યોજાશે. સંગઠનના પ્રભારી અનિરૂદ્ધ દવેએ કહ્યું હતું કે, ભાજપ હંમેશા ચૂંટણીને લઈને સજ્જ હોય છે. અમે બધા એક છીએ ભાજપમાં જૂથવાદ જેવું કશું જ નથી. ગઈકાલે કોર્પોરેશનની આખરી સભામાં વિપક્ષ દ્વારા શાસકોના બંગલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દા અંગે સવાલ કરતાં જ પ્રભારીએ બોલવાનું ટાળ્યું હતું. રાજકોટ મનપામાં આજે સાંજથી જ વહિવટદારનું શાસન શરૂ થશે.
ભાજપના સંગઠન પ્રભારી અનિરૂદ્ધ દવે રાજકોટની મુલાકાતે છે. તેમણે રાજકોટમાં કમલમ ખાતે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી છે. આ બેઠકમાં ભાજપના જૂના જોગીઓ પણ નજરે પડ્યા છે. ધનસુખ ભંડેરી, કમલેશ મીરાણી, કશ્યપ શુક્લ, આશિષ ભટ્ટ, લાખા સાગઠિયા અને ગોવિંદ પટેલ કમલમમાં દેખાયા છે. આજે સમગ્ર દિવસ દરમિયાન કમલમમાં અલગ અલગ બેઠકો યોજાશે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

