Site icon hindtv.in

બારડોલીમાં ભાજપે વિજયોત્સવ ઉજવ્યો

બારડોલીમાં ભાજપે વિજયોત્સવ ઉજવ્યો
Spread the love

બારડોલીમાં ભાજપે વિજયોત્સવ ઉજવ્યો
પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરીમાં જીતની ઉજવણી

બારડોલી: ​પશ્ચિમ બંગાળ સહિત આસામ અને પુડુચેરી રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ ભવ્ય વિજયના પડઘા સુરત જિલ્લામાં પણ જોવા મળ્યા હતા. આ ઐતિહાસિક જીતની ખુશીમાં સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભાજપના કાર્યકરોએ કેસરીયા માહોલ વચ્ચે એકબીજાનું મોઢું મીઠું કરાવી અને વિજયઘોષ સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. આ વિજય ઉત્સવના પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ, જિલ્લા મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, જગદીશભાઈ પારેખ તથા રોહિતભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ કાર્યકરોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને પક્ષની નીતિઓમાં જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતિક છે. આ ઉજવણીમાં જિલ્લા તેમજ વિવિધ મંડળોના ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આતશબાજી કરીને જીતને વધાવી લીધી હતી..

Exit mobile version