સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ-સામે.

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ-સામે.
બિહારમાં પીએમ મોદીની માતા અંગે અભદ્ર ટીપ્પણીને લઈ વિરોધ
વિરોધ પ્રદર્શનમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું
કોંગ્રેસ કાર્યાલયે ભાજપીઓએ પહોંચી તોડફોડ કરી વિરોધ કર્યો

બિહારમાં રાહુલ ગાંધીની રેલીમાં વડાપ્રધાનની માતા અંગે કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોદમાં સુરતમાં કોંગ્રેસ કાર્યાલયે ભાજપીઓએ પહોંચી તોડફોડ કરી વિરોધ કર્યો હતો.

બિહારમાં રાહુલ ગાંધીની રેલી દરમિયાન પ્રધાનમંત્રીના સ્વર્ગીય માતા પર અભદ્ર ટિપ્પણી કરવા મામલે વિરોધ કરાયો હતો. વિરોધ પ્રદશનમાં ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાય હતી. સુરત ભાજપના પ્રમુખ, કોર્પોરેટરો તથા કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયે પહોંચી રાહુલ ગાંધી નું પુતળા દહન કરી કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો. તો કોંગ્રેસ દ્વારા અશોભનય ટિપ્પણી કરી વિકૃત અને હલકી માનસિકતા છતી કર્યાના આરોપ સર સુરત શહેર ભાજપ દ્વારા લગાવાયો હતો. તો એક સમયે કોગ્રેસ કાર્યલય નજીક ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે સામે આવી પોલીસે ભારે જહેમતે મામલો શાંત પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *