Site icon hindtv.in

સુરત : 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં બીઆઈએસ હોલ માર્કિંગ ફરજિયાત

સુરત : 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં બીઆઈએસ હોલ માર્કિંગ ફરજિયાત
Spread the love

સુરત : 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં બીઆઈએસ હોલ માર્કિંગ ફરજિયાત
સરકારે 9 કેરેટ સોનાના દાગીના પર હોલ માર્કિંગ માટેની મંજૂરી આપી
મંજૂરી મળવાના કારણે વિદેશી માર્કેટમાં સોનાની ડિમાન્ડમાં વધારો થશે

સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણ બીઆઈએસ (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ) હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે સુરતના સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન રજૂઆત કરવામાં આવી છે.

હાલ સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલ માર્કિંગ ફરજિયાત કરી દિધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે. કારણકે અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં પર આપવામાં આવતું હતું. પરંતુ દિવસેને દિવસે સોના ભાવમાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલ માર્કિંગ ફરજિયાત કરવા માટેની માંગ ઉઠી હતી. સરકાર દ્વારા 9 કેરેટ સોનાના દાગીના પર હોલ માર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે.

Exit mobile version