Site icon hindtv.in

મોરબીમાં ધારાસભ્ય અને મંત્રી કાંતિ અમૃતિયાના જન્મદિવસની ઉજવણી

મોરબીમાં ધારાસભ્ય અને મંત્રી કાંતિ અમૃતિયાના જન્મદિવસની ઉજવણી
Spread the love

મોરબીમાં ધારાસભ્ય અને મંત્રી કાંતિ અમૃતિયાના જન્મદિવસની ઉજવણી
64 મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.
દીર્ઘાયુ માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.

મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના 64મા જન્મદિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે યોજાયેલા આ કેમ્પમાં કુલ 201 લોકોએ રક્તદાન કર્યું હતું

રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ તાજેતરમાં કેન્સર જેવા ગંભીર રોગને હરાવી સફળ ઓપરેશન કરાવ્યું છે. તેમના 64 વર્ષ પૂર્ણ થવા અને દીર્ઘાયુની કામના સાથે આ રક્તદાન કેમ્પ 8 માર્ચે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાયો હતો. આ કેમ્પમાં અમૃતિયા પરિવારના સભ્યો, તેમના સમર્થકો અને ભાજપના આગેવાનો સહિત અનેક લોકોએ રક્તદાન કર્યું હતું. કાંતિભાઈના પુત્ર પ્રથમ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓ સહિત કુલ 201 લોકોએ રક્તદાન કર્યું. મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયાએ માહિતી આપી હતી કે, કાંતિભાઈ અમૃતિયાનું મુંબઈ ખાતે કેન્સરનું સફળ ઓપરેશન થયું છે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં તેઓ ફરીથી લોકસેવાના કાર્યોમાં સક્રિય થશે.

કાંતિભાઈએ કેન્સર જેવી બીમારીને હરાવતા તેમના સમર્થકો અને શહેર ભાજપની ટીમમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉત્સાહના કારણે ભાજપ પરિવારના સભ્યોએ પણ આ રક્તદાન કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version