Site icon hindtv.in

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિનની ઉજવણી

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિનની ઉજવણી
Spread the love

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિનની ઉજવણી
ગૌ હત્યારાઓ, ડ્રગ્સ માફીયાઓ સામે કડક કાર્યવાહીના નિર્દેશ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જન્મદિનની ઉજવણીને લઈ સુરતમાં ગૌ હત્યારાઓ, ડ્રગ્સ માફીયાઓ સહિતનાઓ સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતાં.

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સેઘવીએ ઉમરા કોમ્યુનિટી હોલમાં યોજાયેલ જન્મદિવસની ઉજવણી નિમિત્તે જણાવ્યું હતુ કે ગૌ હત્યારાઓની સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી થશે. મારો સંકલ્પ છે કે આ વર્ષે ગૌ હત્યા કરનારાઓને વધુ સજા કરાવીશું. તો મહિલા અને બાળકી ઉપર થતા અત્યાચાર ના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી સજા આપવામાં માટેનો પણ મારો સંકલ્પ છે. સાથે ડ્રગ્સ દૂષણ ફેલાવનાર એક એક સામે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતભરમાં સાત જાન્યુઆરએ 8 જેટલા ઓપરેશન પાર પાડવામાં આવ્યા તે બદલ હું પોલીસને અભિનંદન આપું છું તેમ પણ કહ્યુ હતું.

Exit mobile version