Site icon hindtv.in

સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને બાઈક રેલી

સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને બાઈક રેલી
Spread the love

સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને બાઈક રેલી
પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરી
રેલવે સ્ટેશન સર્કલથી જહાંગીરપુરા ઈસ્કોન મંદિર સુધી યોજાઈ

સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને સુરત શહેર પોલીસ દ્વારા આજે વિશેષ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ રેલી રેલવે સ્ટેશન સર્કલથી જહાંગીરપુરા ઈસ્કોન મંદિર સુધી યોજાઈ હતી.

સુરતમાં ગુરૂવારે ભગવાન જગન્નાથથની ભવ્ય રથયાત્રા નિકળનાર હોય જેને લઈ રથયાત્રા દરમિયાન શહેરમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, ડીસીપી રાઘવ જૈન સહિત પોલીસ અધિકારીઓ જોડાયા હતાં. તો આ રેલી મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવેલ રેલવે સ્ટેશન સર્કલથી શરૂ થઈ જહાંગીરપુરા ઈસ્કોન મંદિર સુધી યોજાઈ હતી.

રથયાત્રા દરમિયાન સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા માટે પોલીસનો જનજાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

Exit mobile version