તાપી ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા
સોનગઢમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
રમઝાનમાં નવા કપડાં લેવા માટે ત્રણ કિશોરોએ કરી હતી ચોરી, બે ઝડપાયા
તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીની ઘટનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. બંધ મકાનને નિશાન બનાવનાર કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક કિશોરને વોન્ટેડ જાહેર કરાયો છે.
વીઓ : સોનગઢની અમનપાર્ક સોસાયટીમાં આવેલા એક બંધ મકાનમાં લાકડાની સીડી દ્વારા ઘૂસીને તસ્કરોએ રોકડ અને કિંમતી સામાનની ચોરી કરી હતી. કેવી રીતે પકડાયા: તાપી LCB અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે દશેરા કોલોની પાસે ખાલી મેદાનમાં ત્રણ છોકરાઓ ચોરીના પૈસાના ભાગ પાડી રહ્યા છે. પોલીસે તુરંત કાર્યવાહી કરી બે કિશોરોને ઝડપી પાડ્યા હતા. ચોરીનું કારણ: પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પકડાયેલા કિશોરોએ કબૂલાત કરી છે કે, અત્યારે પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો હોય, નવા કપડાં ખરીદવા માટે રૂપિયાની જરૂર હોવાથી તેઓએ આ ચોરીને અંજામ આપ્યો હતો. મુદ્દામાલ: પોલીસે કિશોરો પાસેથી₹16,370 રોકડા, ચાંદીના કડા, સાંકળા અને બે મોબાઈલ ફોન મળી કુલ ₹51,370 નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં સોનગઢ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 305 અને 331(4) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
