સચીન જીઆઈડીસી પોલીસને મોટી સફળતા,
દિલ્હી અપહરણ કેસમાં ફરાર આરોપી ઝડપાયો,
સુરતની સચીન જીઆઈડીસી પોલીસે નવી દિલ્હીના માલવીય નગર પોલીસ મથકમાં અપહરણના ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી ભોગ બનનારને મુક્ત કરાવી હતી.
સુરતમાં ગુનાખોરી ડામી દેવા અને અન્ય રાજ્યો તથા શહેરોમાંથી ગુનાખોરી આચરી સુરત ભાગી આવેલા આરોપીઓને ઝડપી પાડવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયેલી સુચનાને લઈ સુરતની સચીન જીઆઈડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે નવી દિલ્હીના માલવીય નગર પોલીસ મથકમાં અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપી જાવેદ ખાનને ઝડપી પાડી તેના ચુંગાલમાંથી અપહ્યતને મુક્ત કરાવી તેઓનો કબ્જો નવી દિલ્હી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

