Site icon hindtv.in

નવસારી રૂરલ પોલીસની મોટી સફળતા.

નવસારી રૂરલ પોલીસની મોટી સફળતા.
Spread the love

નવસારી રૂરલ પોલીસની મોટી સફળતા.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી ચોરી
લોખંડના ટીએમટી સળિયા અને અન્ય સામાનની ચોરીનો ગુનો

મળતી માહિતી મુજબ, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી એલ એન્ડ ટી કંપનીના લોખંડના ટીએમટી સળિયા અને અન્ય સામાનની ચોરીના ગુનામાં નવસારી રૂરલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે.

નવસારી સંદલપોર ગામ નજીક હાઇવે પરથી બાતમીના આધારે દરોડો પાડી ૭ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ૪ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આશરે ૧૬ ટન TMT લોખંડના સળિયા, અશોક લેલેન્ડ ટ્રેલર, હાઇડ્રા ક્રેન, મહિન્દ્રા સ્કોર્પિયો, ૨ મહિન્દ્રા બોલેરો કેમ્પર અને ૭ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 99,08,141 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલા આરોપીઓના રોહિત પવન દરજી, પ્રધુમન રામસજીવન સેન, મહેન્દ્રકુમાર નવલકિશોર યાદવ, કૈલાશચંદ શ્રવણરામ ખદ્દા (ચૌધરી), મોતીલાલ ગોવર્ધન ચૌધરી, શંકરલાલ ગોવર્ધન ચૌધરી અને કૈલાસ દેવકરણ બલાઈ અને ફરાર (વોન્ટેડ) આરોપીઓમાં છોટુ ગોવર્ધન ચૌધરી, મુલચંદ, ગણેશ અને રાજકુમાર છે, સાથેજ નવસારી રૂરલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગુનાની વધુ તપાસ ચાલુ છે….ઉમેશ સોની નવસારી

Exit mobile version