રાજકોટ સાયબર ક્રાઇમના ઓપરેશન ‘મ્યુલ હંટ’માં મોટા ખુલાસા
5 જિલ્લાઓમાં 1,077 એકાઉન્ટ્સમાં ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન
19.25 કરોડના સાયબર ફ્રોડના પૈસા જમા થયા
સાયબર ફ્રોડના બનાવને જડમૂળથી ખતમ કરવા માટે રાજ્યના ગૃહમંત્રી દ્વારા ઓપરેશન મ્યુલ હંટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં સાયબર ફ્રોડના ગુનામાં બેંક એકાઉન્ટ ભાડે આપનાર તેમજ બેંક એકાઉન્ટ ભાડે મેળવનાર અને વચેટીયા તરીકે કામ કરનારા તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં એકાઉન્ટ ભાડે આપનારા તેમજ એકાઉન્ટ ભાડે લેનારા અને વચેટીયા તરીકે કામ કરનારા વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમન્વય પોર્ટલ પરથી ડેટા મેળવીને એકાઉન્ટ ભાડે આપનારા વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં બે દિવસની અંદર કુલ 15 ફરિયાદ દાખલ કરી 36 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમાં 23 આરોપીઓને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે. સાયબર ફ્રોડના બનાવને જડમૂળથી ખતમ કરવા માટે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બે દિવસમાં 36 જેટલા આરોપીઓ વિરુદ્ધ BNS ની કલમ 317(2), 61 (2) સહિતની કલમ અંતર્ગત 15 જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં 36 પૈકી હાલ 23 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત રાજ્યભરમાં કાર્યવાહી શરૂ થતા બેંક એકાઉન્ટ ભાડે આપનારા વ્યક્તિઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અને ખાસ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે, માત્ર નજીવી રકમની લાલચમાં આવી પોતાના બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડના ગુનામાં ભાડે આપવાનું ટાળે જેથી તેઓ ભવિષ્યમાં થનારા કાયદાકીય કાર્યવાહીથી બચી શકે તેમજ સાયબર ફ્રોડના ગુનામાં ઘટાડો લાવી શકાય….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
