Site icon hindtv.in

સુરતના ગરબા રસિયાઓ માટે મોટા સમાચાર

સુરતના ગરબા રસિયાઓ માટે મોટા સમાચાર
Spread the love

સુરતના ગરબા રસિયાઓ માટે મોટા સમાચાર
‘યશવી નવરાત્રી’ હવે વધુ ભવ્ય અંદાજમાં
જાણીતી સિંગર પૂર્વા મંત્રી પોતાના સુરીલા અવાજથી ખેલૈયા ઝૂમશે

સુરતના ગરબા રસિયાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરની લોકપ્રિય ‘યશવી નવરાત્રી’ હવે વધુ ભવ્ય અંદાજમાં પરત ફરી રહી છે. સતત બે વર્ષની જબરદસ્ત સફળતા બાદ આ વર્ષે યોજાનારી ‘યશવી નવરાત્રી-2026’માં જાણીતી સિંગર પૂર્વા મંત્રી પોતાના સુરીલા અવાજથી ખેલૈયાઓને ગરબે રમાડશે.

યશવી એન્ટરટેઇન્મેન્ટ્સ દ્વારા આયોજિત ‘યશવી નવરાત્રી’એ ટૂંકા સમયમાં જ સુરતના ગરબા પ્રેમીઓમાં ખાસ ઓળખ બનાવી છે. હવે ત્રીજા વર્ષમાં પ્રવેશતા આયોજકોએ આ વર્ષની સૌથી મોટી જાહેરાત કરી છે. દેશભરમાં પોતાની એનર્જેટિક ગાયકી અને લાઈવ પર્ફોર્મન્સ માટે જાણીતી સિંગર પૂર્વા મંત્રી આ વર્ષે યશવી નવરાત્રીનું મુખ્ય આકર્ષણ બનશે.પૂર્વા મંત્રીનું નામ દેશી પોપ અને ગરબા સંગીત ક્ષેત્રે ખુબ લોકપ્રિય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલું ગરબા ગીત આવતી કળાય તેમના અવાજમાં રિલીઝ થયું હતું, જેને દેશ-વિદેશમાં મોટી લોકપ્રિયતા મળી હતી. ઉપરાંત તેમનું વાયરલ થયેલું વિઠ્ઠલા પર્ફોર્મન્સ પણ સંગીતપ્રેમીઓમાં ખાસ ચર્ચામાં રહ્યું હતું.આવનારી 11 ઓક્ટોબર 2026થી શરૂ થનારી યશવી નવરાત્રીમાં પરંપરા અને આધુનિકતાનો અનોખો સમન્વય જોવા મળશે. આયોજકોના જણાવ્યા અનુસાર આ વર્ષે ખેલૈયાઓ માટે વિશેષ સ્ટેજ, સાઉન્ડ અને લાઈટિંગ સાથે ભવ્ય આયોજન કરવામાં આવશે. પૂર્વા મંત્રીની હાજરીથી સુરતની નવરાત્રી વધુ રંગીન અને યાદગાર બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કુલ મળીને કહી શકાય કે, યશવી નવરાત્રી-2026 આ વર્ષે સુરતના ખેલૈયાઓ માટે માત્ર ગરબાનો ઉત્સવ નહીં, પરંતુ સંગીત અને સંસ્કૃતિનો એક અનોખો મહોત્સવ સાબિત થવાનો છે.

Exit mobile version