Site icon hindtv.in

નવસારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર

નવસારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર
Spread the love

નવસારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર
કોંગ્રેસે 35થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે લેવાયો નિર્ણય

ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે 15 એપ્રિલ સુધી રાજનીતિનો ખેલ ખેલાશે. કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ભય સતાવી રહ્યો છે. કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોના ફોન બંધ થઈ ગયા છે અને હવે તેમની વાડાબંધી શરૂ કરી દેવાઈ છે. તો આ તરફ ભાજપ ઉમેદવારી પાછી ખેંચાવી વધુમાં વધુ બેઠક બિનહરીફ કરાવવાની ફિરાકમાં છે. ત્યારે નવસારી કોંગ્રેસ દ્રારા 35 થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે

નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે આક્ષેપ કર્યો હતો કે, ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં ચૂર થઈને સરકારી તંત્ર અને પોલીસનો દુરુપયોગ કરી રહી છે. અમારા ઉમેદવારોને ક્યાંક પૈસાની લાલચ તો ક્યાંક જેલના કેસની ધમકી આપી બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. લોકશાહી માટે આ ખતરારૂપ નિશાની છે. વાંસદા તાલુકાના તમામ કોંગ્રેસી ઉમેદવારોને ભાજપના સંપર્કથી દૂર રાખવા સુરક્ષિત સ્થળે ભેગા કરાયા છે. એક પીઢ આગેવાન પર એક્સપ્લોઝિવનો કેસ કરવાની ધમકી આપી તેમના સંબંધીનું જિલ્લા પંચાયતનું ફોર્મ ખેંચાવાયું હોવાનો દાવો કર્યો હતો. ઉમરગામના મામલતદારના આત્મહત્યાના કેસને ટાંકીને કોંગ્રેસે આક્ષેપ કર્યો કે અધિકારીઓ પર ફોર્મ રદ કરવા માટે ભારે પ્રેશર કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં પોલીસ અને પ્રશાસન સાથે મળીને ભાજપનું એજન્ટ હોય તે રીતે કામ કરી રહ્યું છે. કેટલાક અધિકારીઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હોય તે રીતનું વર્તન કરી રહ્યા છે. પોલીસના જ અધિકારીઓ કોંગ્રેસના ઉમેદવારોના ઘરે જઈને ડરાવી અને ધમકાવી રહ્યા છે. કલોલ, સુરત, આણંદ સહિત અનેક જગ્યાએ કાર્યકર્તાઓ અને ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે. જે અધિકારીઓ ધમકાવી રહ્યા છે તેમના નામ સાથે ચૂંટણી પંચને અને DGPને ફરિયાદ આપી છે. તેમ છતાં ઉમેદવારોને 25થી 30 લાખ રૂપિયા આપીને ખરીદવામાં આવી રહ્યા છે. ચૂંટણી અધિકારીઓ પણ પુરાવા ચેક કર્યા વગર ખોટી રીતે ફોર્મ રદ કરી રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version