હિન્દુ સમાજમાં ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવા વિરાટ હિન્દુ સંમેલન

Featured Video Play Icon
Spread the love

હિન્દુ સમાજમાં ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવા વિરાટ હિન્દુ સંમેલન
28 માર્ચના શનિવારે મંગતરામ હોલ ખાતે કરાયું આયોજન

હિન્દુ સમાજમાં ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવા, બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવા, વેપાર-વ્યવસાયમાં પ્રગતિ માટે માર્ગદર્શન આપવા, મહિલાઓને સશક્ત બનાવવા તથા સમગ્ર હિન્દુ સમાજને સંગઠિત કરવા સિંધુનગર વસ્તીના સિંધુનગર વિસ્તારમાં તારીખ 28 માર્ચના શનિવારે મંગતરામ હોલ ખાતે વિરાટ હિન્દુ સંમેલનનુ આયોજન કરેલ

તારીખ 28 માર્ચના શનિવારે સમગ્ર હિન્દુ સમાજને સંગઠિત કરવા સિંધુનગર વસ્તીના સિંધુનગર વિસ્તારમાં વિરાટ હિન્દુ સંમેલનનુ આયોજન કરેલ જેમાં સિંધુનગર વસ્તી સરદારનગર આઝાદનગર, સરદારનગર, માલધારી સોસાયટીમાં રહેતા તમામ પરિવારો,ભાઈઓ અને બહેનો, વડીલોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી, આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત વક્તાઓ દ્વારા પ્રેરણાદાયી માર્ગદર્શનના લાભ સાથે સ્થાનિક શ્રેષ્ઠીઓને સન્માનિત કરવામાં આવ્યું હતું. જેમાં સંતો ઉપસ્થિત રહ્યા હતા, રામચંદ્રાચાર્ય મહારાજ મહામંત્રી સંત સમાજ ગુજરાત, દીપક સાંઈ નંદલાલ ફકીર સાહેબ, મહંત સંત વાસુરામ સહિતના સંતો ઉપસ્થિત રહેલ, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક આગેવાનો અને સિંધુનગર વિરાટ હિન્દુ સંમેલન સમિતિ ના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવેલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *