Site icon hindtv.in

બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો મોટો નિર્ણય.

બનાસકાંઠામાં  સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો મોટો નિર્ણય.
Spread the love

બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો મોટો નિર્ણય.
ઉમેદવારોએ હવે ફરજિયાત ભરવું પડશે બાંહેધરી પત્રક.
કોંગ્રેસને હવે પોતાના ઉમેદવારો પર ભરોસો ન રહ્યો હોવાનો ઘાટ

બનાસકાંઠામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ માટે કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠક અને સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપુત અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ માટે બેઠક અને સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવાનો હતો. શહેર અને તાલુકાના પ્રભારીઓ બાબુજી ઠાકોર, મુકેશ દેસાઇ, શંકરજી ઠાકોર અને સુરેશભાઇ પટેલની હાજરીમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. આ સાથે જ સેન્સ લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. સભાને સંબોધતા સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વર્તમાન ભાજપ સરકાર અને પોલીસ વહીવટ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષ સામાન્ય જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સમયમાં બનાસકાંઠા સહિત વાવ-થરાદ જિલ્લા પંચાયત પર કોંગ્રેસ વિજય મેળવશે.

આ કાર્યક્રમમાં ડીસા વિધાનસભા હેઠળના વિવિધ મોરચાના હોદ્દેદારો, SC/ST/OBC અને લઘુમતી પાંખના સભ્યો, યુથ કોંગ્રેસ, NSUI અને મહિલા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અગાઉની ચૂંટણીઓમાં વિજેતા કે પરાજિત થયેલા તમામ સદસ્યો અને પાયાના કાર્યકરોએ સંગઠનને મજબૂત બનાવવાના શપથ લીધા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version