સુરતના ડિંડોલીમાં સાઈકલ ચોરીની ઘટના
સણીયા ગામ રોડની ધ્રુવ પાર્ક રેસીડેન્સીમાંથી સાઈકલ ચોરી
ગેટ નંબર-7 પરથી સવારના સમયે ચોરીની ઘટના
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ હોવાનું સામે આવ્યું
સુરતમાં રોજેરોજ ચોરી સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં સાઈકલ ચોરીની ઘટના બની હતી. સણીયા ગામ રોડ પર આવેલી ધ્રુવ પાર્ક રેસીડેન્સીના ગેટ નંબર-7 પરથી સવારના સમયે સાઈકલની ચોરી થઈ હોવાની ઘટના બની હતી.
સુરતમાં ચોરી સહિતની ઘટના વધી રહી છે. ત્યારે ડિંડોલીમાં સવારના સમયે ધ્રુવ પાર્ક રેસીડેન્સીના ગેટ નંબર-7 પાસે મુકવામાં આવેલી સાઈકલ પર ચોરે હાથ સાફ કર્યો હતો. ચોર સાઈકલ લઈને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ચોરીની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તો ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ શરૂ કરાઈ હતી. સાથે જ પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

