Site icon hindtv.in

કલોલના ધાનજમાં ભુવાની ધતિંગલીલાનો પર્દાફાશ.

કલોલના ધાનજમાં ભુવાની ધતિંગલીલાનો પર્દાફાશ.
Spread the love

કલોલના ધાનજમાં ભુવાની ધતિંગલીલાનો પર્દાફાશ.
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કર્યો સફળ પર્દાફાશ.
ઘરમાં જ દેવી-દેવતાઓના સ્થાપન કરી કરતો હતો છેતરપિંડી.

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધાનેજ ગામે ઘરમાં માતાજીનો મઢ બનાવી છેલ્લા પાંચ વર્ષથી ધતિંગ લીલા આચારતો ભુવો જયેશ નટવરલાલ પ્રજાપતિ નો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કલોલ પોલીસ સ્ટેશનની મદદથી 1288 મો સફળ પર્દાફાસ કર્યો હતો.

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધાનેજ ગામે પોલીસ સ્ટેશને ભુવાના સમર્થકો ઉમટી પડતા પોલીસે લાલ આખ કરવાની ફરજ પડી હતી. ભુવાએ શરણાગતિ સ્વીકારી ક્બુલાત નામું આપી લોકોની માફી માંગી લીધી હતી. બનાવની વિગત પ્રમાણે ધાનજ ગામમાં પોતાના ઘરમાં સિકોતેરમાં, નાગદેવતા, ગોગા મહારાજનો સ્થાપન કરી ભુવો જયેશ નટવરલાલ પ્રજાપતિ સેવા પૂજા સાથે ભુવા પણું કરતો હતો .દર પાંચમના દિવસે સવારે 10 થી બપોર સુધી પાટ નાખી દાણા જોવાનું કામ કરતો હતો. દુઃખી લોકો જોવડાવા આવતા હતા. સિધ્ધપુર પાટણના ભોગ બનેલ વૃદ્ધે પોતાની આપવીતી જણાવતા વિજ્ઞાન જાથાએ પર્દાફાસ કરવાનું નકી કર્યું હતું. જાથાના ચેરમેન એડવોકેટ જ્યંત પડ્યાંયે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી પોલીસ બંદોબસ્ત ની માંગણી કરી હતી. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.ગઢવીને સુચના મોકલી હતી.

ભુવો પિતૃનું સ્થાપન અને પૂર્વજનુ સ્થાપન કરાવી ભ્રમમાં નાખી ગુમરાહ કરતો હતો.લોકોની જુદી જુદી સમસ્યાઓનું નિરાકરણ કરતો હતો. જે લોકોને સારું થયું ન હતું.તેઓએ વિજ્ઞાન જાથાને પોતાની આપ વીતી જણાવી હતી અને ઢોંગીનો પર્દાફાસ કરવાની વાત મૂકી હતી. પોલીસ કાફલા સહિત જાથાની ટીમ માતાજીના મઢે તથા ખેતરે પહોંચી ત્યાં જ્યંત પંડ્યાએ પરિચય આપી ધતિંગલીલા કપટલીલા બંધ કરાવવા આવ્યા છીએ. પિતૃનુ બેસાડવું અને દાણા જોવા કાનુની અપરાધ છે. તેની સમજ આપી પોલીસ સ્ટેશને આવવા જણાવ્યું હતું. પોલીસ સ્ટેશને ભુવો ભાંગી પડ્યો હતો. તેને ભૂલ કબૂલી કબૂલાતનામું આપવા તૈયાર થઈ ગયો હતો. માફીનામું આપી લોકોની જાહેર માફી માંગી કાયમી બંધની જાહેરાત કરી દીધી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version