સુરતના અડાજણ ખાતે રહેતી મહિલા ઉપર ભુવાએ દુષ્કર્મ ગુજાર્યો
ભાવનગરથી સુરત આવતી વખતે બસમાં ભુવાએ દુષ્કર્મ ગુજાર્યો
પોલીસે નરાધમ ભુવાની ધરપકડ કરી
સુરતના અડાજણ ખાતે રહેતી મહિલા પર ભાવનગરથી સુરત આવતી વખતે બસમાં ભુવાએ દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના બનતા પોલીસે નરાધમ ભુવાની ધરપકડ કરી છે.
બળાત્કારની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભાવનગરથી સુરત આવી રહેલી અડાજણ ખાતે રહેતી યુવતિ પર લક્ઝરી બસમાં જ ભાવનગર ગઢતાના ભુવા ગંગારામે દુષ્કર્મ ગુજાર્યો હતો. પિતૃદોષની વિધિ કરાવવાના બહાને સંપર્કમાં આવેલા ભુવા ગંગારામે યુવતિ સાથે ભાવનગરથી સુરત આવતી વેળાએ બસમાં દુષ્કર્મ કર્યુ હોય આ અંગે યુવતિએઅડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈ અડાજણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી નરાધમ દુષ્કર્મ આરોપી ભુવા ગંગારામની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
