સુરતની ભેસ્તાન પોલીસે રીક્ષાની ચોર પકડ્યો
ચોરી કરી ભાગી છુટેલા રીઢા ચોરોને ઝડપી પાડ્યો
રીઢા ચોર આસિફ ઉર્ફે એકો શેખ અને સાહબાજ ખાનને ઝડપ્યો
સુરતની ભેસ્તાન પોલીસે રીક્ષાની ચોરી કરી ભાગી છુટેલા રીઢા ચોરોને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ રીક્ષા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ ભેસ્તાન પીઆઈ એસબી દેસાઈની ટીમ પીએસઆઈ એચબી ચૌધરી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મયુરભાઈ, અપોકો બ્રિજરાજસિંહ અને અપોકો ગુંજનકુમારને મળેલી બાતમીના આધારે ભેસ્તાન વિસ્તારમાંથી રીક્ષાની ચોરી કરનાર રીઢા ચોર આસિફ ઉર્ફે એકો શેખ અને સાહબાજ ખાનને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ 2.60 લાખની કિંમતની રીક્ષા કબ્જે કરી હતી.

