Site icon hindtv.in

ગાંજાના જથ્થા સાથે આરોપીને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો

ગાંજાના જથ્થા સાથે આરોપીને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો
Spread the love

ગાંજાના જથ્થા સાથે આરોપીને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો
આસીફ સુપડુ શેખ 10 હજારથી વધુ ગાંજાનો જથ્થા સાથે ઝડપાયો

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ભેસ્તાન પોલીસ પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંગ ગહલૌત દ્વારા સુરત શહેર માંથી નાર્કોટીક્સની પ્રવૃતિને સદંતર નેસ્ત નાબુદ કરવા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ અધિક પોલીસ કમિશ્નર સેકટર 2, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ તથા મદદનીશ પોલીસ કમિશ્નર જે ડીવિઝન સુચનાના આધારે ભેસ્તાન પી.આઈ. કે.પી. ગામેતી તથા સેકન્ડ પી.આઈ. જે.એમ.સોલંકીની સુચના અને માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જે.એમ.પટેલ નેતૃત્વ હેઠળ એ.એસ.આઇ.રીતેશભાઇ મોહનભાઇ તથા અ.હે.કો. રાકેશભાઇ હિરાભાઇ નાઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે ઉન, ભીંડીબજાર, આસીયાનગર, આમદ મંડપ વાળાની ગલીમાં જાહેરમાં રેઇડ કરી આરોપી આસીફ સુપડુ શેખ 10 હજારથી વધુની કિંમતના ગાંજાનો જથ્થા સાથે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version