Site icon hindtv.in

ભાવનગરની એચસીજી હોસ્પિટલને 7.22 કરોડનો દંડ

ભાવનગરની એચસીજી હોસ્પિટલને 7.22 કરોડનો દંડ
Spread the love

ભાવનગરની એચસીજી હોસ્પિટલને 7.22 કરોડનો દંડ
પીએમજેએવાયમાં કૌભાંડ બહાર આવતા સરકારની કાર્યવાહી
મેડિકલ સાધનો નહીં હોવા છતાં સારવાર બતાવી ક્લેમ કર્યા
હોસ્પિટલે અપકોડિંગ કરી વધુ સરકાર પાસે વધુ પૈસા લીધા

ભાવનગરની એચસીજી ખાનગી હોસ્પિટલને પીએમજેએવાય યોજના હેઠળ ગેરકાયદે ચાર્જ વસૂલવા બદલ 7.22 કરોડનો દંડ ફટકારાયો છે, તારીખ 29 જુલાઈએ સસ્પેન્ડ થયેલી હોસ્પિટલ હવે ફરી કાર્યરત છે

અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ગુજરાતભરમાં હોસ્પિટલોની કડકાઈથી તપાસ ચાલી રહી છે, ત્યારે ભાવનગર શહેરની HCG ખાનગી હોસ્પિટલને ગેરનીતિના આરોપસર અધધ 7.22 કરોડ જેટલી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર PMJAY યોજના અંતર્ગત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 2 દર્દી પાસેથી ખોટો ચાર્જ વસૂલવામાં આવ્યો હોવાથી આ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઉપરાંત હોસ્પિટલના કેસનું એનાલિસિસ કરાતા 39 કેસોમાં અપ કોડિંગ જોવા મળેલા હોવાની માહિતી ભાવનગર મનપાના મેડિકલ ઓફિસર આર. કે. સિન્હાએ આપી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરની HCG ખાનગી હોસ્પિટલમાં PMJAY અંતર્ગત બે દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. નિયમો મુજબ તેમની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે, પરંતુ આ HCG હોસ્પિટલે આ બંને દર્દીઓમાંથી એક પાસેથી 6,000 અને બીજી દર્દી પાસે 19,000નો ગેરકાયદે ચાર્જ વસૂલ્યો હોવાના આરોપ લાગ્યા છે. જે બાબતે હાલ હોસ્પિટલને 7 કરોડ 22 લાખ 90,205 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ હોસ્પિટલમાં ઉપલબ્ધ રેડિયેશન મશીનમાં CBTC શક્ય ન હોવાથી તારીખ 11-7-2023 થી 21-5-2024 દરમિયાન હોસ્પિટલ દ્વારા મૂકવામાં આવેલ રેડિયેશનનાં કુલ 996 કેસોમાંથી 443 કેસો કે જેના સરકાર દ્વારા પેકેજ કોડ આપવામાં આવેલા હતા, તે મશીન દ્વારા સારવાર આપી શકાય નહીં જેને લઈને હોસ્પિટલ દ્વારા પેનલ્ટીની રકમ કરવામાં આવી ન હોય માટે તારીખ 29 જુલાઈના રોજ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી. જોકે હાલ સસ્પેન્શન ઉઠાવી લેવાયું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version