Site icon hindtv.in

ભાવનગર એસટી બસ સ્ટેશનમાં મહિલાની હત્યાથી ચકચાર

ભાવનગર :એસટી બસ સ્ટેશનમાં મહિલાની હત્યાથી ચકચાર
Spread the love

ભાવનગર એસટી બસ સ્ટેશનમાં મહિલાની હત્યાથી ચકચાર
બોયફ્રેન્ડના જીવલેણ હુમલામાં મહિલાનું મોત,
મૃતક મહિલાની માતાએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી

ભાવનગર શહેરના સેન્ટ્રલ એસટી બસ સ્ટેશનમાં એક મહિલા પર તેના બોયફ્રેન્ડ એ જીવલણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આ બનાવને લઈને મૃતક મહિલાની માતાએ હત્યા કરનાર બોયફ્રેન્ડ વિરુદ્ધ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારા ની ધરપકડ કરી લોકઅપ હવાલે કર્યો છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ખેડૂતવાસ રૂવાપરી રોડપર ભાડાના મકાનમાં રહેતી વૃદ્ધ ભાગુ દિલીપ બારૈયા ઉંમર વર્ષ 70 એ મૂળ વરતેજના ખાટકીવાડ ના વતની અને હાલમાં શહેરના એસટી બસ સ્ટેશન સામે ફૂટપાથ પર રહેતા ફૈઝલ ઉર્ફે ખાટકી રફીક લાખાણી ઉંમર વર્ષ 20 વાળા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે ફરિયાદીની પુત્રી કાજલ ઉંમર વર્ષ 40 છેલ્લા 8 વર્ષથી ફૈઝલ ઉર્ફે ખાટકી સાથે પત્નીની જેમ રહેતો હોય અને બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હોય અને ફૈઝલ કાજલને માર પણ મારતો હોય દરમ્યાન ગતરોજ કાજલ બારૈયા તથા તેની સાથે રવિ ઉર્ફે બાડો રાજેન્દ્ર ગોહેલ વાતો કરતો હોય એ દરમિયાન ફૈઝલ અચાનક ત્યાં આવી ચડ્યો હતો અને કાજલને જેમ ફાવે તેમ ભૂંડા બોલી ગાળો દઈ કહ્યું કે હું જેલમાં હતો ત્યારે તું આ બાડા સાથે ચાલુ થઈ ગઈ તેમ કહી કાજલને આડેધડ મારવા લાગેલ અને વાળ પકડીને નીચે પટકી હતી. માથું દીવાલ સાથે અથડાવતા રવિ ઉર્ફે બાડો વચ્ચે પડતા ફૈઝલ એ તેને પણ ઉછાળીને દૂર ફેંકી દીધો હતો આ ઘટનામાં કાજલને ગંભીર ઈજા પહોંચી હતી આથી તેને સારવાર અર્થે તત્કાલ 108 દ્વારા સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આ અંગે મૃતકની માતા ભાગુબેન દિલીપભાઈ બારૈયા ઉંમર વર્ષ 70 એ ફૈઝલ ઉર્ફે ખાટકી રફીક લાખાણી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારા ફૈઝલને ઝડપી લઇ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version