Site icon hindtv.in

ભાવનગર રીક્ષા ચાલક જીવલેણ હુમલો

ભાવનગર રીક્ષા ચાલક જીવલેણ હુમલો
Spread the love

ભાવનગર રીક્ષા ચાલક જીવલેણ હુમલો
દારૂ પીવાની બાબતને લઈને ત્રણ હુમલાખોરોનો હુમલો
છરી તલવાર જેવા હથિયારો વડે તૂટી પડ્યા

ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં કોઈ દારૂ પીવાની બાબતને લઈને ત્રણ શખ્સોએ રીક્ષા ચાલક યુવાન પર તિક્ષણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ બનાવ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર બનાવવા અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વડવા સીદ્દીવાડમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું જીવન ગુજરાન ચલાવતા નૂરમહંમદ અલીભાઈ લાડકા ઉં.વ.આ.૪૫ એ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે બપોરના સમયે ચાવડીગેટ પોલીસ ચોકી પાસે પોતાની રીક્ષા સાથે ઉભો હોય એ દરમિયાન ત્રણ શખ્સો સાથે દારૂ પીવા બાબતે બોલાચાલી થઈ હતી જેમાં નૂરમહંમદએ ત્રણેય શખ્સોને દારૂ પીવાની ના પાડતા આ વાતને લઈને ઝઘડો થતાં મામલો ઉગ્ર બન્યો હતો જેમાં ત્રણેય શખ્સોએ નૂરમહંમદ પર તલવાર છરી વડે હુમલો કરતા જીવ બચાવવા માટે નૂરમહંમદ ચાવડીગેટ પોલીસ ચોકી થી દોડતો દોડતો વડવા તલાવડી તરફ ભાગ્યો હતો જ્યાં ત્રણેય શખ્સોએ નૂરમહંમદ ને આંતરી હથિયારો વડે ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી એ દરમિયાન લોકોના ટોળા એકઠા થતા ત્રણેય હુમલાખોરો થઈ ગયા હતા જ્યારે ઇજાગ્રસ્ત નુરમહંમદ ને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ અંગે ઇજાગ્રસ્ત ની પત્ની દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે

Exit mobile version