ભાવનગર પોલીસે ચોર ઇસમને ઝડપ્યો
૫૦,૦૦૦ ના મોટર સાયકલ સાથે ઇસમને ઝડપ્યો
૫૦,૦૦૦ ના મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષનાઓએ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ. તા.૧૧ ઓગસ્ટના રોજ એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો હેર વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર ગુરુદવારાની સામેના મેદાનમાં એક ઇસમ કાળા કલરનુ ટી શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરલ છે. અને તેની પાસે એક શંકાસ્પદ કાળા કલરનું હીરો સ્પલેન્ડર મો.સા. નંબર આગળ પાછળ રજી નંબર GJ-04-DL-3142 લઇને ઉભો છે. જે મોટર સાયકલ તેણે કયાંકથી ચોરી અગર તો છળકપટથી મેળવેલ છે. અને આ બાતમીવાળો પુરુષ હાલ ત્યાં હાજર છે. જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના માણસ નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવતાં મુદ્દામાલ અંગે આધાર કે બિલ નહિ હોવાનું જણાવેલ. શક પડતી મિલકત તરીકે કબ્જે કરી તેની ધરપકડ કરવામાં આવેલ.
આમ, તેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ

