28 મેએ ભાવનગર મહાનગરપાલિકાને મળશે નવા મેયર,
ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની થશે વરણી.
ભાવનગર મનપાની 52માંથી 44 બેઠકો જીતી ભાજપ સતત સાતમી વખત સત્તા પર કાબિઝ.
મહિલા કાઉન્સિલરમાંથી જ નવા મેયરની થશે પસંદગી,
28 મેના રોજ પ્રથમ સામાન્ય સભા યોજાશે.
ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે નવા પદાધિકારીઓની વરણી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. આગામી 28 મેના રોજ મળનારી પ્રથમ સામાન્ય સભામાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પસંદગી કરવામાં આવશે. ભાજપે સતત સાતમી વખત મનપાની સત્તા કબજે રાખતા રાજકીય માહોલ ગરમાયો છે.
ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે નવા પદાધિકારીઓની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેના ભાગરૂપે મહાનગરપાલિકાના કમિશનરના આદેશ અનુસાર, ચૂંટાયેલા તમામ સભ્યોની (કાઉન્સિલરોની) પ્રથમ સામાન્ય સભા આગામી 28 મે ગુરુવારના રોજ સવારે 11 કલાકે મહાનગરપાલિકા કચેરીના સભગૃહ ખાતે મળશે. અઢી વર્ષની મુદ્દત માટે નવા મેયરની નિમણૂંક થશે ‘ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ’ની કલમ મુજબ અઢી વર્ષની મુદત માટે નવા મેયરની ચૂંટણી કરવામાં આવશે, સરકારના નિયમો અને નોટિફિકેશન અનુસાર આ ટર્મમાં મહિલા કાઉન્સિલરોમાંથી જ એક મહિલા કાઉન્સિલરની મેયર તરીકે નિમણૂંક કરવાની રહેશે, ડેપ્યુટી મેયરની ચૂંટણી અઢી વર્ષની મુદત માટે ડેપ્યુટી મેયરની પણ ચૂંટણી યોજાશે તેમજ સ્ટેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવશે, જેમાં અઢી વર્ષની મુદત માટે ભાવનગર મહાનગરપાલિકાની પ્રતિષ્ઠિત સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી)ના 12 સભ્યોની નિમણૂંક કરવામાં આવશે. મનપાની 52માંથી 44 બેઠક પર ભાજપનો કબજો ઉલ્લેખનીય છે કે ગત 26 એપ્રિલ 2026ના રોજ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ 28 એપ્રિલ 2026ના રોજ જાહેર થયું હતું. જેમાં ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકમાંથી 44 પર ભાજપ અને 8 બેઠક પર કોંગ્રેસ જીત્યું છે. ત્યારે ભાજપ સતત 7મી વાર સતા પોતના ના નામે કરી છે. સરકારના ગેઝેટમાં સત્તાવાર પ્રસિદ્ધિ થયા બાદ હવે આ પ્રથમ બેઠક મળી રહી છે, જેમાં હાજર રહેવા માટે મહાનગરપાલિકાના સચિવ સત્યપાલસિંહ પરમાર દ્વારા તમામ ચૂંટાયેલા સભ્યોને સત્તાવાર પરિપત્ર પાઠવીને વિનંતી કરવામાં આવી છે..

