ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ દારૂ પડકયો
વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ- ૩૭૪૪ તથા બિયર ટીન નંગ-૧૨૦
કુલ રૂ.૧૨,૬૧,૩૧૨ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ- ૩૭૪૪ તથા બિયર ટીન નંગ-૧૨૦ મળી કિ. ૧૧,૦૧,૨૧૬ સહિત કુલ રૂ.૧૨,૬૧,૩૧૨ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ભાવનગર પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્દ વી.અસારી, ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયનાં સ્ટાફ માણસોને સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓને ધ્યાને લઇ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં લાવવામાં આવતાં વિદેશી દારૂની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ. તા.૦૯/૦૪/૨૦૨૬ ના રોજ એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, હરેશ ઉર્ફે ભયલુ ધનજીભાઇ બારૈયાએ તેના માણસો પ્રણવ મુકેશભાઇ ડોડિયા તથા સુનિલ રામજીભાઇ મકવાણા હસ્તક કાળુભા રોડ, નાનભાવાડીમાં પ્લોટ નંબર-૧૧/૧૩/બીનું મકાન ભાડે રાખેલ છે. જે મકાનમાં બહારથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી હેરફેર કરવાની તૈયારીમાં છે. જે બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબના ભારતીય બનાવટના વિદેશી દારૂ ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કાચ/પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલો/બિયર ટીન મળી આવેલ. જેથી તેઓ વિરૂધ્ધ ભાવનગર, નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલા આરોપીઓમાં 1, સુનિલ રામજીભાઇ મકવાણા 2. પ્રણવ મુકેશભાઇ ડોડિયા 3. હરેશભાઇ ઉર્ફે ભયલુભાઇ ધનજીભાઇ બારૈયા પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલમાં કુલ રૂ.૧૨,૬૧,૨૧૬ નો મુદ્દામાલ કેબેજ કરેલ છે.અને કેટલાક આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે.
