Site icon hindtv.in

ભાવનગર એલસીબીએ ફાસરા ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી

ભાવનગર એલસીબીએ ફાસરા ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી
Spread the love

ભાવનગર એલસીબીએ ફાસરા ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી
1700 લીટર આથો અને દેશી દારૂ સહિત રૂ.71,580નો મુદ્દામાલ કબજે
એક આરોપી ઝડપાયો, અન્ય ત્રણ આરોપીઓ ફરાર
પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાયો

ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. પાલીતાણા તાલુકાના ફાસરા ગામે વાડીના શેઢે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી દેશી દારૂ, આથો અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ 71 હજાર 580 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ભાવનગર LCBની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન ફાસરા ગામમાં ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલી રહી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ગોવિંદભાઈ જીવાભાઈની વાડીના શેઢે દરોડો પાડ્યો હતો, જ્યાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ હાલતમાં મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી અરવિંદભાઈ નરશીભાઈ ડાભીને ઝડપી પાડ્યો હતો. જ્યારે મયુરભાઈ વાળા, જોધાભાઈ મકવાણા અને ધીરૂભાઈ ગોહિલને પકડવાના બાકી છે. દરોડા દરમિયાન 1700 લીટર આથો, દેશી દારૂ, અખાધ્ય ગોળ, ઈસ્ટ, ખજૂર, ગેસના ચૂલા, બાટલા અને દારૂ બનાવવા માટેની અન્ય સામગ્રી મળી કુલ 71 હજાર 580 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે

Exit mobile version