Site icon hindtv.in

ભાવનગર એલસીબીને નાસતા-ફરતા આરોપીઓ પકડવા ઉચ્ચ અધિકારીઓની સૂચના

ભાવનગર એલસીબીને નાસતા-ફરતા આરોપીઓ પકડવા ઉચ્ચ અધિકારીઓની સૂચના
Spread the love

ભાવનગર એલસીબીને નાસતા-ફરતા આરોપીઓ પકડવા ઉચ્ચ અધિકારીઓની સૂચના
પેરોલ જમ્પ કરનારા કેદીઓ અને વોન્ટેડ આરોપીઓ પર પોલીસની નજર
એલસીબીટીમને અસરકારક કામગીરી કરવા આદેશ અપાયો

ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાંન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્દ વી.અસારી સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એચ.બી.ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ. શ્રી આર.એ.વાઢેર, વી.સી.જાડેજા, પી.ડી.ઝાલા, વી.બી.ચૌધરી તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં, પેરોલ જમ્પ થયેલ કેદીઓ તથા પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડી અસરકારક કામગીરી કરવા માટે સુચના આપેલ.

તા.૨૧/૧૧/૨૦૨૬ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, ઘોઘારોડ પો.સ્ટે. ના પ્રોહીબીશનના ત્રણ ગુન્હામાં નાસતો-ફરતો આરોપી ભાવેશ રહે. બગદાણા, તા.મહુવા. જી.ભાવનગર વાળો હાલ ભાવનગર સરદારનગર સર્કલ ખાતે ઉભેલ છે. જેને શરીરે ગુલાબી કલરનું અડધી બાઈનું ટી-શર્ટ તથા બ્લ્યુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે અને જે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના પકડવાના બાકી આરોપી હાજર મળી આવતાં જેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. ભાવેશ ડાયાભાઇ બાંભણીયા ઉ.વ.૨૬ ધંધો:- પ્રા.નોકરી, રહે.નવાગામ, બગદાણા, તા.મહુવા. જી.ભાવનગરપોલીસ ઇન્સ. એચ.બી.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. આર.એ. વાઢેર વી.સી.જાડેજા પી.ડી.ઝાલા વી.બી.ચૌધરી સ્ટાફના ઘનશ્યાભાઈ ગોહિલ, મહેન્દ્રભાઇ ચૌહાણ, અનીલભાઈ સોલંકી સંજયભાઈ ચુડાસમા રાહુલભાઇ ધતુરાતર.

Exit mobile version