માફી માંગ્યા બાદ પણ ભાવનગર શહેર ભાજપ દ્વારા વિરોધ
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણીનો વિરોધ
ભાવનગર શહેર ભાજપ દ્વારા મૌન ધરણા પ્રદર્શન.
માફી માંગ્યા બાદ પણ ભાવનગર શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણીના વિરોધમાં મૌન ધરણા પ્રદર્શન.
ભાવનગર શહેરના ઘોઘા ગેઇટ ખાતે શહેર ભાજપ દ્વારા મૌન ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા 5 રાજ્યોની ચૂંટણીના પ્રચારમાં કેરલમ ખાતે ગુજરાતીઓનું અપમાન કરવામાં આવ્યું છે. ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહી અપમાનિત કરવામાં આવ્યા છે. ગુજરાતે દેશને ગાંધીજી, સરદાર પટેલ, દયાનંદ સરસ્વતીજી જેવા સપૂતો આપ્યા છે.
ગુજરાતીઓનું આ અપમાન ક્યારેય ગુજરાત માફ નહિ કરે અને આવનારી ચૂંટણીઓ ગુજરાતની પ્રજા તેનો જવાબ આપશે.આ મૌન ધરણામાં મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા કાર્યકરો જોડાયા હતા અને બેનરો સાથે મૌન વિરોધ પ્રદર્શન યોજયું…

