જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ સાથે ભાવનગર શહેર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
વિરોધ પ્રદર્શન કરી રહેલા ૩૦ થી વધુ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી
જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ સાથે ભાવનગર શહેર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
ભાવનગરમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ સાથે શહેર કોંગ્રેસે સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગઈકાલે દશેરાના પર્વે રાવણદહન પૂર્ણ થયા બાદ આજે કોંગ્રેસના કાર્યકરોએ જવાહર મેદાનમાં વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન જ્ઞાનેશ કુમારના દસ માથાવાળા પૂતળાનું નિર્માણ કરી તેને દહન કરવાની તૈયારી કરવામાં આવી હતી. જોકે, પૂતળાને આગ ચાંપવામાં આવે તે પહેલાં જ પોલીસે તેને કબજે કરી લીધું હતું. બીજી તરફ, વિરોધ પ્રદર્શન કરી રહેલા ૩૦ થી વધુ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે પૂતળું ઝૂંટવી લેતા ભાજપ અને જ્ઞાનેશ કુમાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.જો કે કોંગ્રેસના કાર્યકરોના વિરોધ પ્રદર્શન ના કારણે તેને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનાને પગલે જવાહર મેદાનમાં થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું.

