Site icon hindtv.in

ભાવનગર શહેર ભાજપે મનપાની ૪૪ બેઠકો અંકે કરી

ભાવનગર શહેર ભાજપે મનપાની ૪૪ બેઠકો અંકે કરી
Spread the love

ભાવનગર શહેર ભાજપે મનપાની ૪૪ બેઠકો અંકે કરી
હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવ્યો

ભાવનગર શહેર ભાજપે મનપાની ૪૪ બેઠકો અંકે કરતા રૂપમ ચોકે વિશાળ સંખ્યામાં એકત્રિત થયેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવ્યો અને જીતનાર ઉમેદવારોને અભિનંદન આપ્યા.

સમગ્ર ગુજરાતમાં જ્યારે કેસરિયો લહેરાઈ રહ્યો છે ત્યારે ભાવનગર શહેર ભાજપ સંગઠનના બધાજ હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓના અદભુત સંકલનથી ભાવનગર શહેર ભાજપે મહાનગર પાલિકાની ૪૪ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. શહેરના રૂપમ ચોક ખાતે તમામ હોદ્દેદારો જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોની ઉપસ્થિતમાં ફટાકડા ફોડીને મીઠાઈઓ વહેંચીને તેમજ પુષ્પાહાર અને સૂત્રોચ્ચાર દ્વારા તેમજ ડીજેના તાલે હર્ષ વ્યકત કરીને ભવ્ય વિજ્યોત્સવ મનાવવામાં આવેલ. ભવ્ય વિજયના આ પ્રસંગને ઉજળો બનાવવા માટે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહ, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, પ્રદેશના પ્રભારી ચૂંટણી સંચાલન સમિતિના અમોહશાહ સહિતના હોદ્દેદારો શહેર અને વોર્ડ સંગઠન વરિષ્ટ આગેવાનો તમામ સેલ મોરચા અને સમિતિઓના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતાં અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય વિજયને મનાવ્યો હતો તેમજ જીતેલા ઉમેદવારોને શુભકામનાઓ આપવામાં આવી હતી.

કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પણ સૌને શુભકામનાઓ આપી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવો અને વરિષ્ટ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુકવા બદલ તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો શુભેચ્છકો અને મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Exit mobile version