ભાવનગર સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરવાનો મામલો
આરોપીને ઝડપી લઇ સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું
ભાવનગર શહેરની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો છે.
ભાવનગર સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવતા એ ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લઇ સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું છે. સગીરાને લગ્નની લાલચ આપી હોટલમાં લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર બનાવને લઈને સગીરાના વાલી દ્વારા સાંઢીયાવાડ વિસ્તારના શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

