ભરૂચ આમોદથી જંબુસરના બ્રિજ ઉપર મોટા વાહનો માટે પ્રતિબંધ
ઢાઢર નદી પરના બ્રિજ પર મોટા વાહનો માટે પ્રતિબંધ
ગંભીરાની ઘટના બાદ ફરી એક વખત રાજયમાં જર્જરિત અને જોખમી પુલના નિરિક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ અને નર્મદામાં કલેકટર, એસડીએમ તથા ગાંધીનગરથી આવેલાં નિષ્ણાંતોની ટીમોએ વિવિધ બ્રિજની મુલાકાત લીધી હતી.
આમોદ પાસે ઢાઢર નદી પરનો બ્રિજ જોખમી જણાતાં તેને તાત્કાલિક અસરથી ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે નંદેલાવ પાસે આવેલાં એક બ્રિજનું રીપેરિંગ જરૂરી હોવાથી તેને પણ વાહનો માટે બંધ કરી વાહનોને જૂના બ્રિજ પર ડાયવર્ટ કરાયાં છે. નર્મદા જિલ્લામાં સિસોદ્રા ગામ પાસે આવેલો બ્રિજ જોખમી હાલતમાં હોવાથી તેને ભારે વાહનો માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. ભરૂચ શહેરના મઢુલી સર્કલ પાસે આવેલાં નંદેલાવના નવા બ્રિજને રીપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો છે. આ માર્ગ પરથી રોજના 65 હજાર કરતાં વધારે વાહનો પસાર થાય છે. નવો બ્રિજ જોખમી બની જતાં તેને વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. આમોદથી જંબુસરના બ્રિજ ઉપર મોટા વાહનો માટે પ્રતિબંધ મુકતા ગ્રામજનોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું
આ બ્રિજ પરથી પસાર થતાં વાહનોને બાજુમાં આવેલાં જૂના બ્રિજ પર ડાયવર્ટ કરાયાં છે. પણ જૂનો બ્રિજ 30 વર્ષ જૂનો છે અને અગાઉ પણ તેની રેલિંગ તૂટી પડવાની ઘટના બની છે. શુક્રવારે ગાંધીનગરથી આવેલી નિષ્ણાંતોની ટીમે જૂના તથા નવા બ્રિજનું નિરિક્ષણ કર્યું હતું. નિરિક્ષણ દરમિયાન બે સ્પાન વચ્ચેના જોડાણોની ખાસ તપાસ કરવામાં આવી હતી…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

