સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે ભારત પર્વની શરૂઆત
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારત પર્વને ખુલ્લું મુકાયું
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે ભારત પર્વની ભવ્ય શરૂઆત થઇ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારત પર્વને ખુલ્લું મુકાયું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે ભારત પર્વની ભવ્ય શરૂઆત થઇ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારત પર્વને ખુલ્લું મુકાયું છે, તારીખ 15 નવેમ્બર 2025 એટલે ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ. જેની જનજાતિય ગૌરવ દિવસ તરીકે સમગ્ર રાષ્ટ્રમાં ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે વિશાળ જન સમૂહ તથા ગરીમામય મહાનુભવોની ઉપસ્થિતિમાં તા. ૧૫ નવેમ્બર સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતના 151 આદિવાસી સ્વાતંત્રસેનાનીઓના રાષ્ટ્રીય ચળવળમાં યોગદાન તથા ભગવાન બિરસા મુંડાના યશસ્વી જીવન ચરિત્ર વર્ણવતા પુસ્તકોનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવશે. મુખ્યમંત્રી સાથે મંત્રી પી.સી બરંડા, ધારાસભ્ય શંકર ચૌધરી, ડો.દર્શનાબેન દેશમુખ સાંસદ જશુભાઈ રાઠવા, ભાજપના પ્રમુખ નીલ રાવ હાજર રહ્યા હતા. ભારત પર્વમાં અલગ અલગ રાજ્યોના હેન્ડીક્રાફ્ટ સ્ટોલ અને વ્યંજનોના સ્ટીલની મુલાકાત લીધી હતી. કેટલાક વ્યંજનો મુખ્યમંત્રીએ ચાખ્યા હતા. ભારત પર્વના વિવિધ સ્ટોલની મુલાકાત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ખુલ્લો મૂકાયો હતો. જેમાં આસામ, ઉત્તરાખંડ, ગુજરાત, ઉડીસા કર્ણાટક ઉત્તરાખંડ સહિતના દેશના રાજ્યોમાંથી સ્ટ્રીટ ફૂડ અને સાંસ્કૃતિક કાર્યકમો કરવામાં આવ્યા હતા..

