સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે બંગાળની જીતની ઉજવણી
પશ્ચિમ બંગાળમાં ટીએમસીને હરાવી ભાજપે સત્તા હાંસલ કરી
ભાજપ પ્રમુખ પરેશ પટેલે જાલમૂડી ખવડાવી
પશ્ચિમ બંગાળમાં ટીએમસીને હરાવી ભાજપે સત્તા હાંસલ કરી છે ત્યારે સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપીઓએ ભેગા મળી પશ્ચિમ બંગાળની જીતનો જશ્ન મનાવી ઉજવણી કરી હતી.
પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભગવો લહેરાતા સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે જશ્ન અને ઉજવણી કરાઈ હતી. સુરતના ઉધના ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નેતાઓ ઉમટી પડ્યા હતા અને ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવી જીતની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ દ્વારા પણ જાલમૂડી પોતાના હાથોથી બનાવી અને કાર્યકર્તાઓને વહેંચાઈ હતી. પશ્ચિમ બંગાળ ની પ્રખ્યાત ઝાલમૂરી કાર્યકરોએ સ્વાદ માણ્યો હતો. પશ્ચિમ બંગાળમાં જાલમૂરિ નો જાદુ ચાલ્યો હોય તેવું લાગી રહ્યું છે. પશ્ચિમ બંગાળ સહિત આસામ અને પુંડીચેરીમાં ભવ્ય જીત બાદ ભાજપમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

