રથયાત્રા પુર્વે ભાવનગર શહેરમાં એમ્બ્યુલન્સ્નના બહાને દારૂ ઘુસાડ્યો
૪,૧૪,૦૦૮ નો મુદ્દામાલ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ
રથયાત્રા પુર્વે ભાવનગર શહેરમાં એમ્બ્યુલન્સ્નના બહાને ઘુસાડવામાં આવતાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૪૮ તથા બિયર ટીન-૨૪ મળી ૧,૫૪,૦૦૮ સહિત કુલ ૪,૧૪,૦૦૮ નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ભાવનગર શહેરમાંથી નીકળતી ગુજરાત રાજયની બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પુર્વે ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં લાવવામાં આવતાં વિદેશી દારૂની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સનાંને સખત સુચના આપેલ. તા.૧૪/૦૭/૨૦૨૬ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન બાતમી મળેલ કે, ભાવનગર, નારી ચોકડી તરફથી ભાવનગર શહેરમાં જવાના રસ્તે સફેદ કલરની મારૂતિ સુઝુકી કંપનીની ઇકો કાર રજી.નંબર- GJ-27-BS 0936 એમ્બ્યુલન્સમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે બાતમી આધારે આખલોલ જકાતનાકા, સ્વરાજ ટ્રેકટર સામે રોડ ઉપર વોચમાં રહેતાં નીચે મુજબનો ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કાળા કલરના ઝભલાઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલો તથા બિયર ટીનનો જથ્થો ભરેલ કાર મળી આવેલ.જેથી નીચે મુજબના માણસ વિરૂધ્ધ ભાવનગર, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પક્ડાયેલ આરોપીમાં 1, કિરણ સહદેવભાઇ મહેતા,
2. પ્રહલાદ રાકેશભાઇ રાઠોડ છે અને રાજસ્થાનનો પ્રકાશ વોન્ટેડ જાહેર કર્યો છે

