સુરત લિંબાયત પોલીસ મથકમાં મારામારી અને ધમકી
બે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપ્યો
કાલીયા અન્સારી, ડાયમંડ શાહ, લડ્ડુ શાહ અને ઘુંઘરુ શેખને ઝડપ્યો
સુરત લિંબાયત પોલીસ મથકમાં મારામારી અને ગુનાહિત ધમકીના બે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મિણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ કેએચ ચૌધરીની ટીમના અહેકો શૈલેષસિંહ, અપોકો અનિલકુમાર અને અપોકો હરેશભાઈને મળેલી બાતમીના આધારે લિંબાયત પોલીસ મથકમાં મારામારી અને ગુનાહિત ધમકીના બે ગુનામાં સંડોવાયેલા વસીમ ઉર્ફે કાલીયા અન્સારી, નાઝીમ ઉર્ફે ડાયમંડ શાહ, નાઝીમ ઉર્ફે લડ્ડુ શાહ અને સમીર ઉર્ફે ઘુંઘરુ શેખને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

