બીટ અને ચિયા બીજનો જ્યુસ પીવાના અનેક ફાયદા, જાણો બનાવવાની રીત

Featured Video Play Icon
Spread the love

બીટ અને ચિયા બીજનો જ્યુસ પીવાના અનેક ફાયદા, જાણો બનાવવાની રીત

શું તમે તમારા દિવસની શરૂઆત કોઈ હેલ્ધી ડ્રિંક સાથે કરવા માંગો છો, કે જે શરીરને ડિટોક્સિફાય કરે, શરીરને એનર્જી આપે અને મેટાબોલિઝ્મ વધારે? તો તેના માટે બીટ અને ચિયા બીજનું ડ્રિંક તમારા માટે શ્રેષ્ઠ ઓપ્શન બની શકે છે. આ ડ્રિંક વજન ઘટાડવાની સાથે સાથે પાચનમાં પણ સુધારો કરે છે, તેમજ શરીરને ડિટોક્સ કરે છે અને સ્કીનને ચમકદાર બનાવે છે.

બીટમાં ભરપુર માત્રામાં એન્ટીઑકિસડન્ટ, વિટામિન અને ખનિજો રહેલા છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમાં નાઈટ્રેટ વધુ માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હાર્ટ હેલ્થને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તો, ચિયા બીજ ફાઇબર, પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આ પાચનમાં સુધારો કરે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. તો ચાલો જાણીએ કે બીટરૂટ અને ચિયા બીજનું ડ્રિંક પીવાથી શું શું ફાયદા થાય છે, અને તેને કેવી રીતે બનાવી શકાય છે. વજન ઘટાડવામાં મદદ કરે છે  ચિયા બીજમાં ફાયબર અને પ્રોટીન ભરપુર માત્રામાં રહેલા છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે. જેના કારણ વાંરવાર ભૂખ લાગતી નથી. તો બીટ મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે, જેનાથી ફેટ જલ્દી બળી જાય છે અને વજન ઘટાડવામાં મદદરુપ થાય છે.હાર્ટ માટે ખૂબ જ યોગ્ય  બીટમાં નાઈટ્રેટ્સ રહેલું છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. તો ચિયા સીડ્સમાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલું છે, જે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે, અને ધમનીઓને સાફ અને સ્વસ્થ રાખે છે. ત્વચાને ચમકદાર બનાવે છે બીટમાં રહેલા એન્ટીઑકિસડન્ટ ત્વચાને નુકસાન કરતાં ફ્રી રેડિકલ્સથી બચાવે છે. તો, ચિયા સીડ્સમાં રહેલું ઓમેગા-3 સ્કિનને અંદરથી હાઈડ્રેટ કરે છે અને સોફ્ટ બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *