નવસારીના આદિવાસી પટ્ટામાં વટાળ પ્રવૃત્તિનો પર્દાફાશ

Featured Video Play Icon
Spread the love

નવસારીના આદિવાસી પટ્ટામાં વટાળ પ્રવૃત્તિનો પર્દાફાશ
વાંસદાના લીમઝર ગામમાં પ્રાર્થના સભાના નામે ધર્મ પરિવર્તન
છેલ્લા 4-5 વર્ષમાં આ વિસ્તારમાં 120 પરિવારોએ ધર્માંતરણ કર્યાનો દાવો

નવસારીમાં આદિવાસી પટ્ટામાં વટાળ પ્રવૃત્તિઓ સામે આદિવાસી સંગઠનનોમાં રોષ જોવા મળયો છે,

નવસારીમાં આદિવાસી પટ્ટા તેમજ કપરાડા તાલુકાના વાવર, ચીચપાડા, પાંચવેરા, બારપુડા, આસલોણા , કેલધા અને ઘોટણ ગામોમાંથી તેમજ ધરમપુર તાલુકાના દાંડવળ અને તામછડી ગામોમાંમાં વટાળ પ્રવૃત્તિઓ સામે આદિવાસી સંગઠનનોમાં રોષ જોવા મળયો છે, વાંસદાના લીમઝર ગામમાં પ્રાર્થના સભાના નામે ધર્મ પરિવર્તન કરાય રહ્યું છે, નાતાલની ઉજવણી મુદ્દે તંત્રને આવેદનો પાઠવાયા છે. ધરમપુર વિસ્તારમાં તો આ પહેલા પણ આશરે આઠ ઉપર ગામોમાંથી આવેદનપત્રો આપવામાં આવી ચૂક્યા છે. ખ્રિસ્તીઓની વધતી જતી વટાળ પ્રવૃત્તિઓ સામે આદિવાસી વિસ્તારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર દ્વારા જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ બિરસા મુંડાના માર્ગે આગળ વધવામાં સરકાર નિરુત્સાહી દેખાઈ રહી હોવાનો આક્ષેપ પણ સંસ્થાઓ કરી રહી છે. મળતી માહિતી મુજબ સમાજમાં અસંતોષ હોવા છતાં પણ વટાળ પ્રવૃત્તિઓને વેગ મળે તેવા નાતાલના કાર્યક્રમોને સરકાર દ્વારા પરવાનગીઓ આપવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠાવવામાં આવી છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કપરાડા અને ધરમપુર તાલુકામાં નાતાલના પ્રસંગે યોજાતા કાર્યક્રમો અંગે આદિવાસી સંસ્કૃતિ બચાવ સેનાએ મામલતદાર કચેરીઓમાં આવેદનપત્રો રજૂ કર્યા છે. સંગઠનની મુખ્ય માંગણી એ છે કે નાતાલની ઉજવણી માટેની મંજૂરી માત્ર તે લોકોને આપવામાં આવે જેઓ સરકારી ચોપડે કાયદેસર રીતે ખ્રિસ્તી તરીકે નોંધાયેલા હોય. આદિવાસી સમાજ સદીઓથી પોતાના પરંપરાગત રીત-રિવાજો, કુદરત અને પિતૃપૂજા સાથે સંકળાયેલો છે, જેને બંધારણના અનુચ્છેદ ૧૩-૩(ક) મુજબ રક્ષણ પ્રાપ્ત છે. છતાં છેલ્લા કેટલાક વર્ષોથી નાતાલ અને શાંતિ મહોત્સવના નામે મોટા પાયે સભાઓ, પ્રાર્થનાઓ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ભોળા આદિવાસીઓને લોબ-લાલચ,પ્રલોભન અને અન્ય રીતોથી ધર્માંતરણ તરફ દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મંજૂરી વિના કાર્યક્રમ યોજાય તો ‘ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ- 2003’ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *