સુરતમાં ભેસ્તાન પોલીસે ગોલ્ડન આવાસ ખાતે ડે કોમ્બીંગ કર્યુ
અગાઉ પકડાયેલા ગુનેગારોના ઘરોનું ચેકિંગ કરાયુ
તહેવારો સમયે અસામાજિક તત્વોને લઇ પોલીસ સતર્ક
સુરતમાં તહેવારો સમયે અસામાજિક તત્વો કોઈ કાકરી ચાળો ન કરે તે માટે પોલીસ સતર્ક થઈ છે ત્યારે ભેસ્તાન પોલીસે ગોલ્ડન આવાસ ખાતે ડે કોમ્બીંગ કર્યુ હતું. સાથે વિડીયો બતાવી લોકોને પોલીસની કામગીરીથી વાકેફ કર્યા હતાં.
સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસે લાલ આંખ કરવાનુ શરૂ કરી દીધુ છે. ત્યારે ભેસ્તાન પોલીસ દ્વારા ગુરૂવારે ડે કોમ્બીંગનુ ગોલ્ડન આવાસ ખાતે આયોજન કરાયુ હતું. જેમાં અગાઉ પકડાયેલા ગુનેગારોના ઘરોનું ચેકિંગ કરાયુ હતુ સાથે ગોલ્ડન આવાસના રહિશોને એકત્રિત કરી ટીવી સ્ક્રીન તથા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી સુરત પોલીસ દ્વારા કરાતી કામગીરીથી લોકોને માહિતગાર કર્યા હતા સાથે નાની બાળાઓ તથા બાળકો સાથે વધતા જતા પોક્સો એક્ટના ગુનાઓમાં આરોપીઓને પકડી પાડી પોલીસ દ્વારા કરાતી કામગીરી અંગે અને આરોપીઓને કોર્ટમાંથી સજા અપાવવા પોલીસ દ્વારા કરાતી કામગીરી નો વિડીયો બતાવી લોકોને માહિતગાર કર્યા હતાં.

