ભેસ્તાન પોલીસે વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો
આરોપી એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હતો
પોલીસે આરોપી નવાઝ શેખને ઝડપી પાડ્યો
સુરત શહેરમાં ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીને ભેસ્તાન પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરત શહેરના ભેસ્તાન પોલીસ મથકમાં એનડીપીએસ અંગેનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં વોન્ટેડ રહેલા આરોપીને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી નવાઝ શેખ ભેસ્તાન રેલ્વે સ્ટેશન પાસે આવનાર છે બાતમીના આધારે પોલીસે નવાઝ ઉર્ફે નવાબ અલાઉદિન શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

