સુરત પાલિકાના ઓડિટ રિપોર્ટના આધારે પાલિકાનુ તંત્ર રામ ભરોસે
આપ પાર્ટી દ્રારા પત્રકાર પરિષદ યોજી ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા
ઓર્ડિટ રિપોર્ટએ વિરોધ પક્ષનો નહિ પાલિકાનો પોતાનો દસ્તાવેજ
સુરત મહાનગર પાલિકા દ્વારા પાલિકાના ઓડિટ રિપોર્ટના આધારે પાલિકાનુ તંત્ર હાલ રામ ભરોસે ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
સુરત મહાનગર પાલિકામાં વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજી ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા હતાં. વાત એમ છે કે આપ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવાયુ હતું કે સુરત મહાનગર પાલિકાના ઓડિટ રિપોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે શહેરનુ સંચાલન કોઈ યોજના, કોઈ જવાબદારી અને કોઈ નીતિ અને નિયંત્રણ વગર ચાલી રહ્યુ છે. મહાનગર પાલિકા હાલ રામ ભરોસે ચાલી રહી છે. ઓર્ડિટ રિપોર્ટએ કોઈ વિરોધ પક્ષનો દસ્તાવેજ નથી એ મહાનગર પાલિકાનો પોતાનો દસ્તાવેજ છે અને એ જ મહાનગરને ખરી હકીકતનો અરીસો બતાવે છે. જ્યાં શહેરના કોરોડ રૂપિયાના કામો કાગળ પર પુર્ણ કરાય છે પરંતુ જમીન પર દેખાતા નથી. ત્યાં ભ્રષ્ટાચાર ન થાય તો શુ થાય. જેમ કે સ્વીપર મશીનના કામોમાં ભ્રષ્ટાચાર, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં કૌભાંડ, ઉબેર કચરા કાંડ, સિક્યુરિટીમાં કૌભાંડ, સિટી લિન્કમાં ભ્રષ્ટાચાર જેવા કામોમાં બિલ કાગળ પર પુરા દર્શાવાઈ છે પરંતુ જમીન પર પ્રમાણે થતુ નથી. તેવા આક્ષેપો પત્રકાર પરિષદમાં કરાયા હતાં.

