Site icon hindtv.in

બારડોલી : ભગવાન શ્રી કૃષ્ણની પાલખી યાત્રા

બારડોલી :  ભગવાન શ્રી કૃષ્ણની પાલખી યાત્રા
Spread the love

બારડોલી : ભગવાન શ્રી કૃષ્ણની પાલખી યાત્રા
જળ ઝીલણી એકાદશી એ આ પાલખી યાત્રા નીકળે છે
ભગવાનએ નગરના વિવિધ વિસ્તારોમાં ભક્તોને દર્શન આપ્યાં

બારડોલી ખાતે આજે જળ ઝીલણી એકાદશી હોય રામજી મંદિર દ્વારા ક્રિષ્ન ભગવાન ની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. જે નગર ના વિવિધ વિસ્તારો માં ફરી ભક્તો ને દર્શન આપ્યાં હતાં.

બારડોલી વર્ષો થી ભક્તો ની અડગ આસ્થા સમાન રામજી મંદિર આવેલું છે. વર્ષો પુરાણું અહીં મંદિર કાર્યરત છે. જ્યાં વર્ષ દરમિયાન અનેક ઉત્સવો ખૂબ જ ધામ ધૂમ થી ઉજવવા માં આવે છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આજ ના દિવસે પાલખી યાત્રા નું આયોજન કરાયું હતું. રામજી મંદિર દ્વાર દર વર્ષે ગણેશ ઉત્સવ માં આવતી અગિયારસ એટલે કે જળ ઝીલણી એકાદશી એ આ પાલખી યાત્રા નીકળે છે. ભગવાન શ્રી કૃષ્ણ ને પાલખી માં બેસાડી નગર ચર્યા કરાય છે. બારડોલી નગર ના અનેક હિન્દૂ વિસ્તારો માં પાલખી ફરે છે. અને એક પાલખી નહીં પરંતુ 17 જેટલી પાલખી ઓ ફરે છે. અને આયોજન કરાય છે. અને એમાં આવતું દાન અનેક સેવાકીય કાર્યો માં ઉપયોગ થતો આવ્યો છે

Exit mobile version