સુરતની બેંકોમાં ખોટા ડોક્યુમેન્ટથી બેંક એકાઉન્ટ
બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડ
અજમેર તથા દુબઈથી મોકલી ગુનો આચરતી ટોળકી ઝડપાઇ
સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકોના બેંકોમાં ખોટા ડોક્યુમેન્ટથી બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડ માટે અજમેર તથા દુબઈથી મોકલી ગુનો આચરતી ટોળકીને રાજસ્થાનના અજમેરથી અલથાણ પોલીસે ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકુર અને મદદનીશ પોલીસ કમિશનર ની મદદથી પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુરતના અલગઅલગ વિસ્તારમાંથી અલગઅલગ લોકોના અલગ અલગ બેંકોમાં ખોટા ડોક્યુમેન્ટથી બેંક એકાઉન્ટ ખોલાવી સાઈબર ફ્રોડ માટે અજમેર અનેદુબઈથી મોકલી ગુના આચરતી ગેંગના સાગરીતો ભાવિક ઉર્ફે પ્રીન્સ પ્રદીપ શ્રીવાસ્તવ, રવિ દામજી ગાબાણી, તરૂણ કાળુ રાઠોડ, સુરેન્દ્ર ઉર્ફે બાલકીશન ગૌડ અને ગોવિંદ ઓમનાથ સીધ્ધને રાજસ્થાનના અજમેરથી ઝડપી પાડી પાડી તેઓ પાસેથી 21 મોબાઈલ ફોન, અલગ અલગ કંપનીના સીમકાર્ડ, બેંક એટીએમ કાર્ડ તતા પાસબુક અને વાઈફાઈ રાઉટર સહિતની મત્તા કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

