સુરત : ડીંડોલીમાં ભાજપ કોર્પોરેટરના પુત્ર-પોલીસ વચ્ચે બબાલ
કોર્પોરેટર સુધાકર ચૌધરીના દીકરાનો પોલીસ પર દાદાગીરીનો આરોપ
સુરતના ડિંડલી વિસ્તારમાં પોલીસ ખોટી રીતે દાદાગીરી કરતી હોવાના આક્ષેપ કોર્પોરેટરના પુત્રએ જ કરતા રાજકીય માહોલ ગરમાયો છે.
સુરત ના ડીંડોલી વિસ્તારમાં પોલિસ દાદાગીરી કરતી હોવાના કોર્પોરેટર ના પુત્ર દ્વારા આક્ષેપ કરાયા છે. કોર્પોરેટરના પુત્રએ કહ્યુ હતું કે પોલીસ રાત્રી ના સમયે 10 વાગ્યે દુકાનો બંધ કરાવવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરતી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. તો કોર્પોરેટર સુધાકર ચૌધરીના પુત્ર રાહુલ ચૌધરી એ કરેલા આક્ષેપોને લઈ ચકચાર મચી ગઈ છે. કોર્પોરેટરના પુત્રએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે પોલીસ દ્વારા હોટલમાં જમી રહેલા લોકો સાથે અભદ્ર ભાષામાં વાત કરી હોટલ બંધ કરાવી હતી.

