Site icon hindtv.in

સુરત એમટીબી કોલજ પ્રિન્સિપાલ સાથે થયેલી બબાલ મામલો

સુરત એમટીબી કોલજ પ્રિન્સિપાલ સાથે થયેલી બબાલ મામલો
Spread the love

સુરત એમટીબી કોલજ પ્રિન્સિપાલ સાથે થયેલી બબાલ મામલો
એમટીબી કોલેજના પ્રિન્સિપાલને 8 કલાક ગોંધી રાખી ધમકી
એબીવીપીના કાર્યકરો અને કોલેજના એક ક્લાર્ક સહિત 9 સામે ફરિયાદ

સુરતની એમટીબી કોલેજના પ્રિન્સિપાલ સાથે થયેલા ઝઘડા બાદ એબીવીપીના કાર્યકર્તાઓ વિરૂદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જેમાં પ્રિન્સિપાલને દરવાજો બંધ કરી ગોંધી રાખ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.

સુરત એમટીબી કોલજ પ્રિન્સિપાલ સાથે થયેલી બબાલ મામલે આખરે ઉમરા પોલીસ સ્ટેશનમાં એબીવીપીના કાર્યકર્તા સામે  ફરિયાદ નોંધાઈ છે. જેમાં એમટીબી કોલેજના ક્લાર્ક સામે પણ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે એમટીબી કોલેજના પ્રિન્સિપાલને દરવાજો બંધ કરી 8 કલાક ગોંધી રાખ્યા હોવાના પણ આરોપ ફરિયાદમાં કરાયા છે. પ્રિન્સિપાલએ એબીવીપીના 9 વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ઉમરા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તો યુનિવર્સીટીમાં પણ વાઈસ ચાન્સેલર સામે અપનાજનક શબ્દો કહ્યા હોવાના આક્ષેપ ફરિયાદમાં કરાયા હોય હાલ તો ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Exit mobile version